Home

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

સયાજીરાવ ગાયકવાડ (શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ, ૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) બરોડા રાજ્યના મહારાજા (૧૮૭૫ થી ૧૯૩૯ દરમ્યાન) હતાં અને તેઓ તેમના શાસન દરમ્યાન તેમના રાજ્યામાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ લાવવા માટે જાણીતા છે.

શરુઆતનું જીવન

સયાજીરાવનો જન્મ "કાવલાના"માં ૧૧ માર્ચ ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું. તેઓ શ્રીમંત કાશીરાવ ભિખાજીરાવ ગાયકવાડ અને ઉમાબાઇ સાહિબનાં બીજા સંતાન હતા.

ગાદી સત્તા

બરોડાની ગાદી ખાલી પડી હતી તેથી મહારાણી જમનાબાઈએ તેમના વંશના વડાઓને બરોડા હાજર થઈ તેમને અને તેમના પુત્રોને તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યુ, જેથી તે ગાદીનો વારસદાર નક્કી કરી શકે.
કાશીરાવ ને ૩ પુત્રો હતાં.
  1. આનંદરાવ
  2. ગોપાલરાવ
  3. સાંપ્રતરાવ
તેઓ ત્રણ પુત્રો સાથે કાવલાનાથી વડોદરા ૬૦૦ કિમી ચાલીને આવ્યાં હતાં. એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકોને પુછવામાં આવ્યું કે તેમનો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ગોપાલરાવે અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે "હું અહીંયા શાસન કરવા આવ્યો છુ.

No comments:

Post a Comment