રાષ્ટ્રીય ઓપરેશનો : એક વિવેચન (National Oppression)
|
ઓપરેશન કેતુ : કાળા નાણા પકડવા માટે 1986
માં ભારતના નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું .
|
ઓપરેશન
કાળભૈરવ : ભારત સરકાર દ્વારા માદક અને નશીલા પદાર્થોના પ્રસાર રોકવા માટે ઓપરેસન
કરવામાં આવ્યું હતું .
|
ઓપરેશન
કોબરા : બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે
|
ઓપરેશન
ક્રેક્ટ્સ : ભારતીય લશ્કરી દ્વારા 1988 માં માંલદીવમાં
કરાયું હતું .
|
ઓપરેશન
જેબરા : રાજસ્થાનમાં પચ્ચીમી સરહદમાં ચોરીનો ત્રાસ રોકવા ચોરો માટે ઓપરેશન
કરાયું હતું .
|
ઓપરેશન
ગ્રીન સ્ટાર : ચંબલ (મ .પ.) ના ડાકૂઓ માટે .
|
ઓપરેશન
ગ્રીન ગોલ્ડ : દેશમાં વાંસનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકાર દ્વારા આ ઓપરેશન
ચલાવાયુ હતું .
|
ઓપરેશન
ધન્વન્તરી : બિહારમાં ગેરકાયદેસર અને નકલી દવાઓના ઉત્પાદનના નિયંત્રણ માટે
ચલાવાયુ હતું .
|
ઓપરેશન
પવન : 1987 માં શ્રીલંકામાં
સ્થાયી તમિલોના સંગઠન (એલ , ટી .ટી.ઈ .
) ને ની:શસ્ત્ર કરવાના હેતુ માટે ભારતની શાંતિસેના દ્વારા
કરવામાં આવેલ આક્રમક કાર્યવાહીને
ઓપરેશન પવન કહેવામાં આવે છે .
|
ઓપરેશન
ફ્લડ : 1970 પછી ભારત સરકારે જે
પશુ વિકાસ , દૂધ ,
ઉત્પાદન તથા દૂધ પદાર્થો ના
ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે આંનદ યોજના દેશના
જુદા – જુદા વિભાગોમાં લાગુ પાડવામાં આવી . જે
ઓપરેશન ફ્લડ – 1 ના નામથી ઓળખવામાં
આવે છે . 1979
માં ઓપરેશન ફ્લડ -2 શરૂ
કરવામાં આવ્યું અને 1986 માં ઓપરેશન ફ્લડ
-3 શરૂ થયું . જે 1992 સુધી ચાલ્યું .
|
ઓપરેશન
ફેથ : ભોપાલમાં 1984 માં યુનિયન કાર્બાઈડ કંપનીમાં મિથાઈલ
આઈસોસાઈ નાઈટ ગેસ લીક થવાથી હજારાં માણસો
મૃત્યુ પામ્યા . બાકી વધેલા જે મિથાઈલ અઈસોસાઈ નાઈટ ગેસ હતાં
તે નિષ્ક્રિય કરવા બદલ જે ઓપરેશન
કરવામાં આવ્યું , તેણે ઓપરેશન ફેથ
કહેવામાં આવે છે .
|
ઓપરેશન
બ્લ્યુ સ્ટાર : 3 જૂન ,
1984 ના રોજ અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિરમાં આતંકવાદીઓની સામે
ચલાવવામાં આવ્યું
|
ઓપરેશન
મીડનાઈટ : 18 જાન્યુઆરી ,
1987 ના રોજ મદ્યરાત્રી ના સમયે સુવર્ણ મંદિર ,
અમૃતસરમાં પંજાબ પોલીસ અને કેન્દ્રીય રીઝર્વ પોલીસે
આતંકવાદીઓને પકડવા માટે જે
કાર્યવાહી કરી , તેણે ઓપરેશન મીડ
નાઈટ કહેવામાં આવે છે .
|
ઓપરેશન
બ્લેક થન્ડર : 18 મેં ,1988
ના રોજ સુવર્ણ મંદિરને ફરીવાર
આતંકવાદીઓથી મુક્ત કરવા માટે ઓપરેશન બ્લેક થન્ડર ચલાવવામાં
આવ્યું હતું .
|
ઓપરેશન
વુડ રોજ : પંજાબ રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રમાં આતંકવાદીઓની ઓળખાણ અને પકડવા માટે જે કાર્યવાહી કરવામાં
આવી , તેણે ઓપરેશનનું વુડ
રોજ કહેવામાં આવે છે .
|
ઓપરેશન
બ્લેકબોર્ડ : નવી શિક્ષણનીતિ 1986 અનુસાર પ્રાથમિક શિક્ષણનું ધોરણ ઊંચું લાવવા
માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું .
જેમાં પ્રાથમિક વિધાલયોની ન્યુનતમ જરૂરિયાતો પૂરી કરવાનો
ઉદ્દેશ છે .
|
ઓપરેશન
બ્લ્યુ રિવોલ્યુશન : ભારત સરકાર દ્વારા મત્સ્યપાલન અને માછલી પકડવા માટે જે અભિયાન ચલાવાયુ હતું . તેણે
ઓપરેશન રિવોલ્યુશન કહેવામાં આવે છે .
|
ઓપરેશન
બ્લેક પૈથર : બિહારના પચ્ચીમમાં ચંપારણ જિલ્લામાં ડાકુઓની સામે જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન
બ્લેક પૈથર કહેવામાં આવે છે .
|
ઓપરેશન
બ્રાસટૈક્સ : રાજસ્થાનમાં ભારતીય સરહદ પર સૈનિક અભ્યાસ ઓપરેશન બ્રાસ ટૈક્સ કહેવામાં આવે છે . જે 1987
માં કરવામાં આવ્યું હતું .
|
ઓપરેશન બ્લેક રોજ : વૈશાખી તહેવાર પર 13
એપ્રિલ , 1986 ના
રોજ આતંકવાદીઓ પર કડક નજર રાખવા દિલ્હી
પોલીસ દ્વારા આ અભિયાન ચલાવાયુ હતું .
|
ઓપરેશન
બજરંગ : 28 નવેમ્બર ,
1990 માં આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ વિરુદ્ધ ભારત સરકાર જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન
બજરંગ કહે છે .
|
ઓપરેશન
વરૂણ : બિહારમાં ધનબાદ જિલ્લામાં પાણીની સમસ્યા ઉકેલવા ઓપરેશન વરુણ નામનું
અભિયાન ચલાવાયું હતું ,
|
ઓપરેશન
વિક્રમ : કાશ્મીરની ખીણમાં આતંકવાદીઓની ગતિવિધિ પર નિયંત્રણ રાખવા અને કાયમી શાંતિ સ્થાપવા જે અભિયાન
ચલાવાયુ હતું , તેણે ઓપરેશન વિક્રમ
કહે છે .
|
ઓપરેશન
રાઈનો : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદી સામે 1991 માં
ચલાવાયું હતું ,
|
ઓપરેશન
બ્લ્યુ પ્રિન્ટ : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પર અંકુશ રાખવાના હેતુથી આ ઓપરેશન
કરવામાં આવ્યું હતું .
|
ઓપરેશન
ક્લાઉડ બસ્ટર : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓને સાફ કરવાના હેતુથી આ ઓપરેશન કરવામાં
આવ્યું હતું .
|
ઓપરેશન
રક્ષક : ભારતીય લશ્કરી દ્વારા પંજાબમાં હિંસાત્મક ગતીવિધિ અટકાવવા આ અભિયાન
ચલાવવામાં આવ્યું હતું .
|
ઓપરેશન
રીસર્ચ : આ ઓપરેશન દ્વારા દિલ્હી , મુંબઈ ,
કલકત્તા , ચેન્નઈ ,
હૈદરાબાદ , અને બંગ્લોરમાં
દૂરદર્શન કાર્યકમો પર સવેક્ષણ કરવામાં આવ્યું .
|
ઓપરેશ
ચેકમેટ : ભારતીય શાંતિસેનાએ શ્રીલંકામાં એલ . ટી . ટી . ઈ . સામે ચાલુ રાખેલા
અભિયાનને ઓપરેશન ચેક્મેટ કહેવામાં આવે છે .
|
ઓપરેશન
એક્સીલેસ : આંતરરાષ્ટ્રીય સ્તર પર એશિયાડ ખેલ 1990
બેઝીંગ અન્વયે ભારતીય
ખેલાડીઓનું પ્રદર્ષણ સુધારવા માટે ભારત સરકારે જે ખેલાડીયોને તાલીમ આપી તેણે ઓપરેશન એક્સીલેસ કહેવામાં
આવે છે
|
ઓપરેશન
ટાઈગર : 8 નવેમ્બર
,1986 ના રોજ તમિલનાડુ પોલીસ દ્વારા આ ઓપરેશન હેઠળ તમિલ લિબરેશન
ફ્રન્ટના 500 ઉગ્રવાદીઓને પકડીને
મોટા પ્રમાણમાં વિસ્ફોટકની સામગ્રી પ્રાપ્ત કરી .
|
ઓપરેશન
સર્ચ : 29 એપ્રિલ ,
1984 ના રોજ પંજાબ પોલીસે આ ઓપરેશન હેઠળ અનેક ઉગ્રવાદીઓને સુવર્ણ
મંદિરમાંથી બહાર કાઠ્યો .
|
ઓપરેશન
મંડ : પંજાબના ફિરોજપુર જીલ્લાના મંડ ક્ષેત્રમાં આતંકવાદીઓની ગતિવિધિ પર નીયંત્ર રાખવા માટે આ
અભિયાન ચલાવવામાં આવ્યું . જેમાં અનેક
ઉગ્રવાદીઓ પકડાયા .
|
ઓપરેશન
મુંડા : 1985 માં વ્યાસ નદીના
આજુબાજુના કિનારાનાં
ક્ષેત્રોમાં આતંકવાદીઓ સામે જે અભિયાન ચલાવ્યું . તેણે ઓપરેશન મુંડા કહે છે .
|
ઓપરેશન
ઇગલ : ભારતીય શાંતિસેના દ્વારા શ્રીલંકામાં 4
જૂન , 1987 ના
રોજ ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા શ્રીલંકા ઉત્તરી ક્ષેત્ર જાફના પર જે રાહત સામગ્રી
પહોચાડી , તેણે ઓપરેશન ઇગલ
કહેવામાં આવે છે .
|
ઓપરેશન
હેમર બ્લો : 1988 માં ભારતીય
વાયુસેનાએ પોતાની આક્રમક શક્તિ પારખી , તેણે
ઓપરેશન હેમર બ્લો કહેવામાં આવે છે .
|
ઓપરેશન
સ્નોલેવર્ડ : હિમાલયના વન ક્ષેત્રમાં તેદુનો પાક બચાવવા માટે ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા
આ અભિયાન ચલાવવામાં આવ્યું .
|
ઓપરેશન
લોટસ : આ અભિયાન નીચે બોફોર્સ કૌભાંડના અંતર્ગત બધી હકીકતોની તપાસ કરવામાં આવી .
|
ઓપરેશન
ફ્લડ લાઈટ : આ અભિયાન નીચે કેઅલાના અનાર્કુલામ જીલ્લાના 100
% સાક્ષરતા પ્રાપ્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું ,
એ ઓપરેશનના પરિણામ સ્વરૂપ
અનાર્કુલામ જીલ્લો ભારતના સૌપ્રથમ સાક્ષર જીલ્લો બન્યો .
|
ઓપરેશન ડીમોલેશન : સુવર્ણ મંદિરમાં
ઉગ્રવાદીઓનો પુનઃ પ્રવેશ રોકવા માટે આ ઓપરેશન
હાથ ધરવામાં આવ્યું હતું . સુવર્ણ મંદિરની આસપાસ ૩૦૦ મીટરના
ક્ષેત્ર્ માં આવતા મકાનોને
હટાવ્યા હતા .
|
ઓપરેશન
ખેજરી : રાજસ્થાન સરકારે રણમાં ઉગાવાવાળા ખેજરી વૃક્ષને બચાવવા આ ઓપરેશન હાથ
ધરવામાં આવ્યું હતું .
|
ઓપરેશન
બેકઅપ : ભારતમાં પાકિસ્તાનની જાસૂસોનો પ્રવેશ રોકવા રાજસ્થાનના બાડમેર અને જેસલમેર જિલ્લામાં આ
ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું .
|
ઓપરેશન
ફ્લેમિંગો : તામિલનાડુના દરીયાકીનારોના થાજાવુંર ,
પુડુંકોટ્ટઈઅને
રામનંદ જિલ્લાઓને રાષ્ટ્રવિરોધી તત્વોથી મુક્ત કરવવા માટે આ
અભિયાન ચલાવવામાં આવ્યું
હતું .
|
ઓપરેશન
રક્ષક દ્રિતીય : લશ્કર અને સુરક્ષા
બળોએ પંજાબમાં આતંકવાદ પર અંકુશ રાખવા માટે 19
નવેમ્બર , 1991 ના
રોજ આ ઓપરેશન હાથ ધરવામાં
આવ્યું હતું ,
|
ઓપરેશન
એક્શન સેન્ટર : ઉત્તરપ્રદેશમાં
આતંકવાદનો સામનો કરવા માટે ઓપરેશન એક્શન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી . આ સેન્ટર હેઠળ
આતંકવાદના પ્રભવિત ક્ષેત્રમાં આધુનિક
શસ્ત્રોનું સુરક્ષાબળ તૈયાર કરવાનું હતું ,
|
ઓપરેશન સેવા : કાશ્મીરમાં આતંકવાદીના
ડરથી ભાગેલી વ્યક્તિઓની મદદ કરવાના હેતુથી ઓપરેશન સેવા ચલાવાયું હતું ઓપરેશન
વિજય : કાશ્મીરમાં કારગીલ ક્ષેત્રમાં ઘૂસણખોરોને હટાવવા માટે ભારતીય લશ્કરે
કરેલું ઓપરેશન.
|
રાષ્ટ્રીય ઓપરેશનો : એક વિવેચન (National Oppression)
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment