મહારાજા સયાજીરાવ ગાયકવાડ બીજા એ વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના
સભ્ય અને મહારાજા હતા. તેઓએ ઈ.સ. ૧૮૧૯ થી ઈ.સ. ૧૮૪૭ સુધી ગાદી સંભાળી હતી.
તેઓ મહારાજા ગોવિંદરાવના છ પુત્રોમાંના એક હતા. તેઓ મહારાજા આનંદરાવના
નાના ભાઈ હતા. તેઓ જ્યારે ગાદી પર આવ્યા ત્યારે અંગ્રેજ માલિકીની ઈસ્ટ
ઈન્ડિયા કંપની ગાયકવાડ સામ્રાજ્ય પર પોતાની પકડ બનાવવા માગતી હતી. આ બાબત
તેઓ સારી રીતે સમજી શક્યા હતા. તેઓએ આ પકડ ઓછી કરવા ઘણા પ્રયત્નો કર્યા
હતા. પોતાના શાસનકાળના અંતમાં તેઓ આ બાબતમાં આંશિક રીતે સફળ પણ થયા હતા.
તેઓ છ પૂત્રોના પિતા હતા. તેઓ ઈ.સ. ૧૮૪૭માં મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ
બાદ તેમના પુત્ર મહારાજા ગણપતરાવે શાશન સંભાળ્યું જેમણે ઈ.સ. ૧૮૫૬ સુધી
શાશન કર્યું.
No comments:
Post a Comment